સાથે રહ્યો છું તારી - અંકિત ત્રિવેદી
કવિ - અંકિત ત્રિવેદી
સ્વર - પ્રહર વોરા
સંગીત - આલાપ દેસાઇ
સાથે રહયો છું તારી, આ તેનો દમામ છે.
આંસુ એ મારી આંખનો તકીયાકલામ છે...
મારી ગલીમાં રોજ એ ભૂલા પડ્યા કરે,
શ્વાસોની આવ-જાવને દંડવત પ્રણામ છે...
પેલો સૂરજ તો સાંજ ટાણે આથમી જશે,
આંખોમાં તારી ઉગશે, એને સલામ છે...
નક્કી જીવનના અંત સુધી નહીં કરી શકું,
હું શબ્દનો કે શબ્દ આ, મારો ગુલામ છે...
સ્વર - પ્રહર વોરા
સંગીત - આલાપ દેસાઇ
સાથે રહયો છું તારી, આ તેનો દમામ છે.
આંસુ એ મારી આંખનો તકીયાકલામ છે...
મારી ગલીમાં રોજ એ ભૂલા પડ્યા કરે,
શ્વાસોની આવ-જાવને દંડવત પ્રણામ છે...
પેલો સૂરજ તો સાંજ ટાણે આથમી જશે,
આંખોમાં તારી ઉગશે, એને સલામ છે...
નક્કી જીવનના અંત સુધી નહીં કરી શકું,
હું શબ્દનો કે શબ્દ આ, મારો ગુલામ છે...
0 પ્રત્યાઘાતો:
Post a Comment