અમારે આંગણીયે અવસર સોહામણો - વેણીભાઇ પુરોહીત
જેમની કવિતાઓમાં અભિવ્યક્તિની કોમળતા છે અને લાવિણ્ય છે, એવા કવિ શ્રી વેણીભાઇ પુરોહિતની આજે ૯૫મી વર્ષગાંઠ. અભિષેક તરફથી ખુબ ખુબ શુભેચ્છા.
અમારે આંગણીયે અવસર સોહામણો, સોહામણો રે
વાગે છે ઢોલ અને મીઠી શરણાઇ રે...
મોજિલા મનડાંમાં હેતની હેલી આઇ.
અબિલ ગુલાલના હો સાથિયા પુરાવ્યા,
ધૂપ દીપ કીધાને ગરબા કોરાવ્યા
વાગે છે ઢોલ અને મીઠી શરણાઇ રે...
મોજિલા મનડાંમાં હેતની હેલી આઇ.
મારા તે ઓરડામાં રંગ તેડાવ્યા
સોના ને ચાંદીના છત્તર ઢળાવ્યા
ડેલી એ ડેલી એ લીલા તોરણ બંધાવ્યા
શેરીએ શેરીએ મેં તો ફૂલડાં બિછાવ્યા
વાગે છે ઢોલ અને મીઠી શરણાઇ રે...
મોજિલા મનડાંમાં હેતની હેલી આઇ.
0 પ્રત્યાઘાતો:
Post a Comment