એક લાલ દરવાજે - અવિનાશ વ્યાસ
આજે આપણાં અમદાવાદની ૬૦૧મી વર્ષગાંઠ. Happy Birthday to Amdavad. માણીયે આ અમદાવાદ વિશેનું ગીત, અમદાવાદી અંદાજમાં.
હા એક નાનકડી ફરિયાદ. અમદાવાદ વિશેના મોટાભાગના ગીતો જૂના અમદાવાદના વિસ્તારો માટે જ લખાયા છે. આજે તો અમદાવાદ બધી બાજુએ ફૂલ્યું છે, ફાલ્યું છે. તો આ બધા વિસ્તારોનો ઉલ્લેખ કરતું કોઇ ગીત માણવા મળે તો મજા પડી જાય.વચ્ચે નગીનાવાડીના લેસર શૉ દરમિયાન અમદાવાદ વિશે મસ્ત ગીત વગાડ્યું હતું. ગીતની તપાસ ચાલુ છે. મળતાવેંત આપની સાથે માણીશું.
ફિલ્મ - સંતુ રંગીલી
કવિ,સંગીત - અવિનાશ વ્યાસ
સ્વર - હર્ષિદા રાવળ
એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ
અમદાવાદી નગરી
એની ફરતે કોટે કાંગરી
માણેકલાલની મઢી
ગુલઝારી જોવા હાલી
હે વઉ તમે નઉ જશો જોવાને
ત્યાં બાદશો બડો મિજાજી
એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ
સીદી સૈયદની જાળી
ગુલઝારી જોવા હાલી
કાંકરિયાનું પાણી
ગુલઝારી જોવા હાલી
હે વઉ તમે નઉ જશો જોવાને
ત્યાં બાદશો બડો મિજાજી
એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ
ત્રણ દરવાજા માંહી
માં બિરાજે ભદ્રકાળી
માડીના મંદિરીયે
ગુલઝારી જોવા હાલી
હે વઉ તમે નઉ જશો જોવાને
ત્યાં બાદશો બડો મિજાજી
એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ
(શબ્દો - ગુજરાતી સાહિત્ય)
0 પ્રત્યાઘાતો:
Post a Comment