ઝાંઝર અલક મલકથી આવ્યું - સુંદરમ
કૌમુદી મુન્શીને અવિનાશ વ્યાસ ઍવૉર્ડ મેળવવા બદલ ખુબ ખુબ શુભેચ્છા. તેમના કંઠે ગવાયેલું આ ગીત માણીયે.
કવિ - સુંદરમ
સ્વર - કૌમુદી મુનશી
સંગીત - રસિકલાલ ભોજક
કવિ - સુંદરમ
સ્વર - કૌમુદી મુનશી
સંગીત - રસિકલાલ ભોજક
ઝાંઝર અલકમલકથી આવ્યું રે,
મને વ્હાલાએ પગમાં પહેરાવ્યું રે,
મારું ઝમકે ઝમઝમ ઝાંઝરણું.
એને ઘૂઘરે ઘમકે તારલિયા,
એને પડખે ચમકે ચાંદલિયા;
એને મોઢે તે બેઠા મોરલિયા – મારું
એ રાજાએ માગ્યું ઝાંઝરણું,
એ રાણીએ માગ્યું ઝાંઝરણું;
તોયે વ્હાલે દીધું મને ઝાંઝરણું – મારું
ઝાંઝર પ્હેરી પાણીડાં હું ચાલી,
મારી હરખે તે સરખી સાહેલી;
એને ઠમકારે લોકની આંખ ઝાલી – મારું
(શબ્દો - અમર ગુજરાતી ગીતો)
મને વ્હાલાએ પગમાં પહેરાવ્યું રે,
મારું ઝમકે ઝમઝમ ઝાંઝરણું.
એને ઘૂઘરે ઘમકે તારલિયા,
એને પડખે ચમકે ચાંદલિયા;
એને મોઢે તે બેઠા મોરલિયા – મારું
એ રાજાએ માગ્યું ઝાંઝરણું,
એ રાણીએ માગ્યું ઝાંઝરણું;
તોયે વ્હાલે દીધું મને ઝાંઝરણું – મારું
ઝાંઝર પ્હેરી પાણીડાં હું ચાલી,
મારી હરખે તે સરખી સાહેલી;
એને ઠમકારે લોકની આંખ ઝાલી – મારું
(શબ્દો - અમર ગુજરાતી ગીતો)
0 પ્રત્યાઘાતો:
Post a Comment