નથી સોનલા ઇંઢોણી, નથી રૂપલાનું બેડું - સરૂપ ધ્રુવ
કવયિત્રી - સરૂપ ધ્રુવ
સ્વર - ????
સંગીત - નલિન ત્રિવેદી
નથી સોનલા ઇંઢોણી, નથી રૂપલાનું બેડું
માને માટીની મટુકી લઇને પાણી ભરવું વહેલું.
નથી કાનુડાનું ગાણું, નથી વનરાવનની વેણું,
માને ગાવ ગાવ ચાલે ચાલી પાણી ભરવું વહેલું.
ટીપું છોરાં માટે લેવું, કળશો ઢોરાંઆં માટે લેવું
કાંક નાવા ધોવા જેવું માને પાણી ભરવું વહેલું.
કદી મેવલો રીસાય, કદી'ક રાજક દેવક થાય,
કદી જાત ધરમની લાય, તોય પાણી ભરવું વહેલું.
પાણી નહેરોમાં પુરાય, પાણી શહેરોમાં વહી જાય,
પાણી ઝબક વીજળી થાય તોય માને ભરવું વહેલું.

0 પ્રત્યાઘાતો:
Post a Comment