સૈયર તારા - માધવ રામાનુજ
કવિ - માધવ રામાનુજ
સ્વર -આરતી મુન્શી
સંગીત -શ્યામલ સૌમિલ
સૈયર તારા કીયા છૂંદણે મોહ્યો તારો છેલ,
કહે ને,
સૈયર તારા કીયા ફૂલની રૂમેઝૂમે વેલ
કહે ને.
કીયા વરતમાં પાંચ આંગળી
કીયો પીપળો પૂજ્યો સૈયર
મન ભરીને મોહે એવો
કીયો ટૂચકો સૂઝ્યો સૈયર.
સૈય તૂ તે કીયા મલકની
છલક છલકતી હેલ.
કૂવાને કાંઠે કઇ ઘડીયે
રહી ગઇ વાત અધૂરી
સૈયર તારા ઊજાગરાની
કીયા તારે સાખુ પુરી
સ્વર -આરતી મુન્શી
સંગીત -શ્યામલ સૌમિલ
સૈયર તારા કીયા છૂંદણે મોહ્યો તારો છેલ,
કહે ને,
સૈયર તારા કીયા ફૂલની રૂમેઝૂમે વેલ
કહે ને.
કીયા વરતમાં પાંચ આંગળી
કીયો પીપળો પૂજ્યો સૈયર
મન ભરીને મોહે એવો
કીયો ટૂચકો સૂઝ્યો સૈયર.
સૈય તૂ તે કીયા મલકની
છલક છલકતી હેલ.
કૂવાને કાંઠે કઇ ઘડીયે
રહી ગઇ વાત અધૂરી
સૈયર તારા ઊજાગરાની
કીયા તારે સાખુ પુરી
સૈયર તૂ તે કંઇ શ્વાસે
મહેંકે રેલમ છેલ
0 પ્રત્યાઘાતો:
Post a Comment