મણિયારો તે હલુ હલુ - અવિનાશ વ્યાસ
![]() |
Source - Gujaratisongs |
પ્રસ્તુત ગીત લાખો ફુલાણી ફિલ્મનું છે. આ ગીતની વિશેષતા એ છે કે આ ગીત દ્વારા પ્રફુલ્લ દવેએ સંગીતવિશ્વમાં પ્રવેશ કર્યો. આ તેમની કારકીર્દિનું સર્વપ્રથમ ગીત છે. તો આ ગીતનો આનંદ લૂંટીયે. અને હા, આ ફિલ્મ શ્રી ગૌરાંગ વ્યાસની સ્વતંત્ર સંગીતકાર તરીકે પ્રથમ ફિલ્મ હતી.
ફિલ્મ - લાખો ફુલાણી
ગીત - અવિનાશ વ્યાસ
સંગીત - ગૌરાંગ વ્યાસ
સ્વર - પ્રફુલ્લ દવે, સુમન કલ્યાણપુરી
હાં........મણિયારો તે મણિયારો તે,
હલુ હલુ થઈ રે વિયો રે....
મુજાં દલડાં ઉદાસીમાં હોય રે,
છેલ મુજો, વરણાગી મણિયારો,
કે બેન મુજો, પરદેશી મણિયારો...
હાં........મણિયારો તે કળાયેલ મોરલો રે
કાંઈ હું રે ઢળકંતી ઢેલ રે,
છેલ મુજો, વરણાગી મણિયારો....
કે બેન મુજો, પરદેશી મણિયારો...
હાં........અણિયાળી રે ગોરી તારી આંખડી રે,
ને કાંઇ હું રે આંજેલ એમાં મેશ રે,
ને કાંઇ હું રે આંજેલ એમાં મેશ રે,
છેલ મુજો, વરણાગી મણિયારો....
કે બેન મુજો, પરદેશી મણિયારો...
કે બેન મુજો, પરદેશી મણિયારો...
હાં........મણિયારો તે અડાબીડ આભલો ને,
કાંઈ હું રે કોયલડીનો કંઠ રે,
કાંઈ હું રે કોયલડીનો કંઠ રે,
છેલ મુજો, વરણાગી મણિયારો....
કે બેન મુજો, પરદેશી મણિયારો...
કે બેન મુજો, પરદેશી મણિયારો...
હાં........પનિહારીનું ઢળકતું બેડલું રે
કાંઈ હું રે, છલકતું એમાં નીર રે,
કાંઈ હું રે, છલકતું એમાં નીર રે,
છેલ મુજો, વરણાગી મણિયારો....
કે બેન મુજો, પરદેશી મણિયારો...
કે બેન મુજો, પરદેશી મણિયારો...
(શબ્દો - દેવ ગુજરાતી)
0 પ્રત્યાઘાતો:
Post a Comment