મારે પાલવડે બંધાયો - અવિનાશ વ્યાસ
કવિ,સંગીત - અવિનાશ વ્યાસ
સ્વર - દિપાલી સોમૈયા
મારે પાલવડે બંધાયો જશોદાનો જાયો,
આખા રે મલકનો માણિગર કહાન,
એક નાની શી ગાંઠે ગંઠાયો.
જશોદાનો જાયો,
એવો રે બાંધ્યો કે છૂટ્યો ના છૂટે
આંખોના આંસુ એના ખુટ્યા
આજ ઠીક લાગ, હાથમાં એ આવ્યો
જશોદાનો જાયો,
મારે કાંકરને મટુકી ફૂટે
મારગ આવી મારા મહીંડા નીત લૂંટે
મને લૂંટતા એ પોતે લૂંટાયો,
જશોદાનો જાયો,
સ્થંભ વિના આખું આકાશ લટકાવ્યું
મહીં ચાંદ સૂરજ તારાનું તોરણ ટીંગાવ્યું,
સહુને ટીંગાવનાર લટકંતો લાલ,
મારા પાલવની કોરે ટીંગાયો,
જશોદાનો જાયો,
સ્વર - દિપાલી સોમૈયા
મારે પાલવડે બંધાયો જશોદાનો જાયો,
આખા રે મલકનો માણિગર કહાન,
એક નાની શી ગાંઠે ગંઠાયો.
જશોદાનો જાયો,
એવો રે બાંધ્યો કે છૂટ્યો ના છૂટે
આંખોના આંસુ એના ખુટ્યા
આજ ઠીક લાગ, હાથમાં એ આવ્યો
જશોદાનો જાયો,
મારે કાંકરને મટુકી ફૂટે
મારગ આવી મારા મહીંડા નીત લૂંટે
મને લૂંટતા એ પોતે લૂંટાયો,
જશોદાનો જાયો,
સ્થંભ વિના આખું આકાશ લટકાવ્યું
મહીં ચાંદ સૂરજ તારાનું તોરણ ટીંગાવ્યું,
સહુને ટીંગાવનાર લટકંતો લાલ,
મારા પાલવની કોરે ટીંગાયો,
જશોદાનો જાયો,
0 પ્રત્યાઘાતો:
Post a Comment