ઇંધણા વીણવા ગઇતી મોરી સૈયર - રાજેન્દ્ર શાહ
ચૈત્રના આગમનને વધાવીયે આ ચૈત્રગીતથી. સહુને ગુડીપડવાની હાર્દિક શુભકામના. આજે ભારતના રાષ્ટ્રીય કેલેન્ડરનો પણ પ્રથમ દિવસ, એટલે સહુ ભારતીયોને નવા વર્ષની વધામણી. આજના દિવસે શાલીવાહન શક રાજા ગૌતમિપુત્રે વિદેશી આક્રાંતાઓને ભારતની બહાર તગેડી મૂક્યા હતા. અને તેના માનમાં શકસંવતની શરુઆત થઇ હતી. વળી હવે આંબે મંજરી ખીલશે અને લીમડે મોર આવશે. આપ સહુ કેરીનો મીઠો મીઠો અને મોરનો આરોગ્યપ્રદ રસ માણો તેવી શુભેચ્છા.અને હા, આજથી ચૈત્રી નવરાત્રીનો પણ પ્રારંભ થાય છે. સહુને જય માતાજી.
કવિ - રાજેન્દ્ર શાહ
સ્વર -નિરૂપમા શેઠ
સંગીત - અજિત શેઠ
ઇંધણા વીણવા ગઇ’તી મોરી સૈયર …
ઇંધણા વીણવા ગઇ’તી રે લોલ
વેળા બપોરની થઇ’તી મોરી સૈયર,
વેળા બપોરની થઇ’તી રે લોલ
ચૈતરનું આભ સાવ સુનું સુનુંને તોયે
કંઇથી કોકિલ કંઠ બોલે રે લોલ
વનની વનરાઇ બધી નવલી તે કુંપળે
દખ્ખણને વાયરે ડોલે રે લોલ
જેની તે વાટ જોઇ રહી’તી મોરી સૈયર
તેની સંગાથે વેળ વઇ’તી રે લોલ
સુકી મેં વીણી કંઇ ડાળી ને ડાંખળી
સુકા પાદળીયા ને વીણ્યા રે લોલ
લીલી તે પાંદળીમાં મેહકંતા ફૂલ બે
મારે અંબોડલે સોહ્યા રે લોલ
વાત્રક વહેણમા ન’ઇતી મોરી સૈયર
વાત્રક વહેણમા ન’ઇતી રે લોલ
વેળા બપોરની થઇ’તી મોરી સૈયર,
0 પ્રત્યાઘાતો:
Post a Comment