શિક્ષા શાણાને - દયારામ
image from kavilok
કવિ - દયારામસરવ કામ છાંડીને પરથમ શ્રીગુરુ ગોવિન્દ ભજિયે જી;
સકલ કામના-સિદ્ધિ જેથી, વારે તેહને તજીયે.
પરોપકાર,પ્રીતિ, મૃદુ વાણી, મોટા જન તે નાણોજી;
નિર્દય, આપસ્વારથી, જૂઠા; તે નીચા પરમાણો.
ખરી મહેનતનુ દ્રવ્ય જોડિયે, નીચ નજર ના કરિયે જી
પાછળથી પસ્તાવો ઉપજે, હાણ હાંસીથી ડરિયે.
વિના વિચાર્યું કામ કરે તે પાછળથી પસ્તાય જી;
બગડી બુંદ ન હોજે સધરે, મળે ન તક જે જાય.
ૠણ કાઢીને ખરચ ન કરિયે, દાટી ન સહિયે દુઃખજી;
જેહેવી સંપત તેહેવું ભોજન, સદા પામીયે સુખ્ખ.
સુખ આવ્યે છાકી ન જૈયે, દુઃખ આવ્યે નવ ડરિયે જી,
આપણથી અધિકાને જોઇને ગરવ ક્લેશને હરિયે.
લાખ ગમાવી સાખ રાખજો, સાખે મળજે લાખજી
લાખ ખરચતા સાખ નહિ મળે, સાખ ગયે સહુ ખાખ.
0 પ્રત્યાઘાતો:
Post a Comment