જય જય ગરવી ગુજરાત - કવિ નર્મદ
આજે આપણા લાડિલા ગુજરાતે ૫૦ વર્ષ પૂરાં કરી ૫૧માં વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. વિશ્વગુર્જરીને ખુબ ખુબ શુભેચ્છા. આજના દિવસની શુભેચ્છા રૂપે ટીવી પણ સાંભળેલું આ વાક્ય ઃ 'હવે આપણે ગુજરાતની અસ્મિતા માટે નહીં, પણ ગુજરાતની પ્રભુતાના સ્વપ્ન જોવાના છે. અસ્મિતા તો સિદ્ધ કરી લીધી છે, હવે સમય છે પ્રભુતા સિદ્ધ કરવાનો.
આ દિવસ ઉજવીયે ગુજરાતની ઓળખ વિશે પ્રથમ વિચાર વ્યક્ત કરનાર કવિ નર્મદના આ કાવ્યથી.કવિ - નર્મદ
સ્વર,સંગીત - ???
જય જય ગરવી ગુજરાત !
જય જય ગરવી ગુજરાત,
દીપે અરૂણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમશૌર્યઅંકીત;
તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત -
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.
ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;
ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ-
છે સહાયમાં સાક્ષાત
જય જય ગરવી ગુજરાત.
નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય.
વળી જોય સુભટના જુદ્ધરમણને, રત્નાકર સાગર;
પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-
સંપે સોયે સઉ જાત,
જય જય ગરવી ગુજરાત.
તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધ્રરાજ જયસિંગ.
તે રંગથકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત-
જન ઘૂમે નર્મદા સાથ,
જય જય ગરવી ગુજરાત.
(શબ્દો - લયસ્તરો)
0 પ્રત્યાઘાતો:
Post a Comment