સાચા સાગરના મોતી
Image |
સ્વર - પ્રફુલ્લ દવે, ઉષા મંગેશકર
જોતા રે જોતા રે અમને જડીયાં રે,
સાચા સાગરના મોતી
લીલા મોતીડાં રે હા....
સંતોભાઇ પીળા પીળા મોતી.
ગગન મંડળનો હીરલો રે...
સાચા સાગરના મોતી.
ઝીણા ઝીણા મોતીડાં રે હાં...
સંતોભાઇ નેણલે પરોવતી
તક ત્રિવેણીનાં તિરમાં રે
સાચા સાગરના મોતી.
ઇ રે મોતીડાંને હાં...
સંતોભાઇ કોઇ લાવો ગોતી,
એનો રે બનાવું હું તો હારલો રે..
સાચા સાગરના મોતી.
તર તર વીણા રે હાં...
સંતોભાઇ સુનો મેર સાધુ
એવા રે મોતીડાં રે કોઇ લાવે ગોતી.
સાચા સાગરના મોતી.
0 પ્રત્યાઘાતો:
Post a Comment