કવિ - રાહી ઓધારિયા
સ્વર - હસમુખ પાટડીયા
સંગીત - ભદ્રાયુ ધોળકીયા
શબ્દ ક્યાં મારો કે તમારો છે?
શબ્દ હર કોઇનો દુલારો છે.
ભાવ છે અર્થ છે અલંકારો
શબ્દનો કેટલો ઠઠારો છે.
બુઠ્ઠાં અણીયાળા રેશમી બોદા
શબ્દના કેટલા પ્રકારો છે.
જો જરાક અડકો તો છટપટી ઉઠશે
શબ્દ સંવેદનાનો ભારો છે.
0 પ્રત્યાઘાતો:
Post a Comment