તને સાંભરે રે, મને કેમ વિસરે રે - મહાકવિ પ્રેમાનંદ
Image |
શાળા અને કોલેજના એ અમૂલ્ય વર્ષો દરેક વ્યક્તિની મોંધેરી જણસ હોય છે. અને નાનપણનાં મિત્રો વર્ષો પછી મળે છે, ત્યારે અનેક સંભારણોનો પટારો ખુલી જાય છે. દરેક વ્યક્તિને પોતાના નાનપણના ગોઠીયાઓની યાદ આવી જાય તેવું સુંદર ગીત.
કવિ - મહાકવિ પ્રેમાનંદ
સ્વર - એ આર ઓઝા, ???
સંગીત - અવિનાશ વ્યાસ
પછે શામળિયોજી બોલિયા તને સાંભરે રે,
હાજી નાનપણાંનો નેહ મને કેમ વિસરે રે ?
આપણ બે સાથે રહ્યાં તને સાંભરે રે,
હાજી સાંદીપનિ ઋષિને ઘેર મને કેમ વિસરે રે ?
ગુરુ આપણા જ્યારે ગામ ગયા તને સાંભરે રે,
કોઇ એકને જાચવાનું મને કેમ વિસરે રે ?
ત્યારે કામ કહ્યું ગોરાણીએ તને સાંભરે રે,
લઈ આવો કહ્યું કાષ્ટ મને કેમ વિસરે રે ?
વાદ વદ્યો બેઉ બાંધવા તને સાંભરે રે,
હાજી ફાડ્યું મોટું થોડ મને કેમ વિસરે રે ?
નદીએ પૂર આવ્યા ઘણાં તને સાંભરે રે,
ઘન વરસ્યો મૂશળધાર મને કેમ વિસરે રે ?
પાછલી રાતના જાગતા તને સાંભરે રે,
હાજી કરતા વેદની ધૂન મને કેમ વિસરે રે ?
પછે શામળિયોજી બોલિયા તને સાંભરે રે,
હાજી નાનપણાંનો નેહ મને કેમ વિસરે રે ?
0 પ્રત્યાઘાતો:
Post a Comment