જમો થાળ જીવન (થાળ) - ભૂમાનંદ સ્વામી
ભગવાનને થાળ જમાડવા એ સમર્પણની વિધિ છે. પોતાનું હોય તે ભગવાનને ધરો, ભગવાન એમાથી કશું જ ક્યારે લેતા નથી, ઉલ્ટાનું અનેકગણું કરીને પાછું વાળે છે. થાળની આવી ઉચ્ચ ભાવના છે. થાળ ધરતા પહેલા રસોઇ ફક્ત વાનગી હોય છે, પણ થાળ ધર્યા પછી તે પ્રસાદ બની જાય છે. કદાચ આપણું જીવન પણ ભગવાનને ધરી દઇએ તો તે પણ પ્રસાદી સ્વરૂપ બની જાય, નહી!?
રેશનાલિસ્ટો આ થાળ અને અન્નકૂટને દેખાડા અને બીનજરૂરી માને છે. લાખો લોકો ભૂખ્યા હોય ત્યારે અન્નકૂટ જેવા પ્રસંગો પૈસાનો વ્યય લાગે છે. પણ આ તો, તમે આંધળા છો, તો મારે પણ આંખો ફોડી નાખવી તેવી વાત થઇ. લોકો ભૂખ્યા હોય તો, અન્નકૂટનો પ્રસાદ તેમનામાં વહેંચો. આમ શ્રદ્ધા અને ભૂખ બન્ને સાચવી લેવાય. પણ દુઃખની વાત એ છે કે આજનાં રેશનાલિસ્ટો લોકોની અંધશ્રદ્ધા કરતાં લોકોની શ્રદ્ધા પર પ્રહાર કરવાનું વધુ પસંદ કરે છે.
સ્વર - ???
જમો થાળ જીવન જાઉં વારી રે,
ધુઓ કર, ચરણ કરો ત્યારી રે.
બેસો મેલ્યા બાજોઠીયા ઢાળી રે,
કટોરા કંચનની થાળી રે;
જળે ભર્યા ચંબુ ચોખાળી રે.
કરી કાઠા ઘઉંની પોળી રે,
મેલી ઘૃત સાકરમાં બોળી રે;
કાઢ્યો રસ કેરીનો ઘોળી રે.
ગળ્યા સાતા ઘેબર ફૂલવડી રે,
દૂધપાક માલપુવા ને કઢી રે;
હો.. પુરી પોચી થઈ છે ઘીમાં ચડી રે.
અથાણાં શાક સુંદર ભાજી રે,
લાવી છું તરત કરી તાજી રે;
હો...દહીંભાત સાકર છે ઝાઝી રે.
ચળુ કરો લાવી હું જળઝારી રે,
એલચી લવીંગ ને સોપારી રે;
હો.. પાનબીડી બનાવી સારી રે.
મુખવાસ મનગમતા લઈને રે,
પ્રસાદી થાળ તણી દઈને રે;
હો..ભૂમાનંદ કહે રાજી થઈને.
(શબ્દો - વડતાલ ગાદી સંસ્થાન)
(આ ગીત ડાઉનલોડ કરવા ભૂજ મંદિરની સાઇટની મુલાકાત લો.)
0 પ્રત્યાઘાતો:
Post a Comment