અમર જ્યોતિ - દારા પ્રિન્ટર
કવિ - દારા પ્રિન્ટર
સ્વર - મુકેશ
સંગીત - વિસ્તશ્પ બલસારા
હોઠ પર હોય ખામોશી જબાં નહિ શબ્દ એક કહેતી
છતાંયે આંખ તો દિલનાં હજારો ભેદ દઇ દેતી
મીઠી મસ્તી ભરી પ્રીતની તીરછી નિગાહોમાં
મળે જ્યાં આંખથી આંખો જીવન ગુલઝાર રહે મહેંકી
નૈનને એક ચમકારે જીગરમાં કૈંક બંડ જાગે
છૂપી મહોબતની એ બોલી અજબ જાદુગરી રહેતી
પ્રણયના કૈંક સવાલોના જવાબો વાંચી લ્યો એમાં
જુબા ઇન્કાર કરે તોયે નૈન ઇકરાર કરી દેતી
મળે જ્યાં નૈનો થી નૈનો ભળે જીગરથી જીગર જ્યાં
પછી સંકટ બને ધીરજ પ્રકાશી રહે અમર જ્યોતિ

0 પ્રત્યાઘાતો:
Post a Comment