કવિને પ્રશ્ન - નલીન રાવળ
કવિ - નલીન રાવળ
તાજા કબરમાંથી ઊઠેલા આ બધા ક્યાં જાય છે?
શ્રોતા?
કબરમાં ક્યાંક મૂકી કાન આવેલા.
નગરના એક સાંસ્કૃતિક કલાકેન્દ્રે (ઉકરડે)
આ હવે
સૌ વસ્ત્ર કાઢી તાળીઓ પાડે કૂદે નાચે
નવસ્ત્રા નાચતા આ કવિની સાથે
જે વાંચી રહ્યો છે કાવ્ય
સડતા શબ્દની ચિરૂટ સળગાવી
કવિને પ્રશ્ન
જો પુછાય તો
પૂછું ઃ
તું કેમ
આ ભાષા કુંવારી સાથ
વ્યંડળ જેમ નિર્લ્લજ ક્યારનો વર્તી રહ્યો છે?
તાજા કબરમાંથી ઊઠેલા આ બધા ક્યાં જાય છે?
શ્રોતા?
કબરમાં ક્યાંક મૂકી કાન આવેલા.
નગરના એક સાંસ્કૃતિક કલાકેન્દ્રે (ઉકરડે)
આ હવે
સૌ વસ્ત્ર કાઢી તાળીઓ પાડે કૂદે નાચે
નવસ્ત્રા નાચતા આ કવિની સાથે
જે વાંચી રહ્યો છે કાવ્ય
સડતા શબ્દની ચિરૂટ સળગાવી
કવિને પ્રશ્ન
જો પુછાય તો
પૂછું ઃ
તું કેમ
આ ભાષા કુંવારી સાથ
વ્યંડળ જેમ નિર્લ્લજ ક્યારનો વર્તી રહ્યો છે?
0 પ્રત્યાઘાતો:
Post a Comment