Thursday 30 June 2011

ભૂલી નથી હું રેશમી એ રાત ગઝલની - તુષાર શુક્લ

ગઇ કાલે કવિ શ્રી તુષાર શુક્લનો જન્મ દિવસ ગયો. તેમને Belated પણ ખુબ ખુઅબ શુભેચ્છા. અમદાવાદમાં હજી વરસાદ વરસ્યો નથી. પણ કદાચ વરસાદમાં ગઝલ માંડવાની વાત સાંભળીને મેઘરાજા રીઝે અને કદાચ અમદાવાદ પર મહેર કરે.....

સ્વર - દીપ્તી દેસાઇ

સંગીત - ગૌરાંગ વ્યાસ



ભૂલી નથી હું રેશમી એ રાત ગઝલની,
માંડી હતી વરસાદમાં તેં વાત ગઝલની.

તેં હાથ મારો હાથમાં લીધો હતો અને,
લાગ્યું મને કે થઈ ગઈ મુલાકાત ગઝલની.

ચહેરેથી હટાવી હતી તેં ઝુલ્ફ રેશમી,
આમ જ થતી હશે ને શરૂઆત ગઝલની.

કંપી ઉઠેલા હોઠ હથેલી ઉપર મૂક્યા,
આથી સરસ હોય શું રજૂઆત ગઝલની.

દીવો થઈને ઝળહળ્યાં તારી ગઝલનાં શેર,
આંખોમાં રોશનીએ રચી ભાત ગઝલની.

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP