Saturday 24 December 2011

દુર્દશાનો એટલો આભાર - મરીઝ

દર્દ જો કાયમ રહી જાય તો સહેલાઇથી પયગંબરની કક્ષામાં મુકાઇ જવાય. મરીઝે અહીં રમત રમતમાં ગહન ચિંતનને વણી લીંધુ છે. મસ્તીનું મહત્ત્વ અહીં કાવ્યાત્મક અવરૂપે સચોટતાથી રજૂ કરવામાં આવ્યું છે.

કવિ - અબ્બાસ અબ્દુલઅલી વાસી 'મરીઝ'
સ્વર, સંગીત - જગજિતસિંહ



બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે,
જેને મળું છું, મુજથી સમજદાર હોય છે.

ઝંખે મિલનને કોણ જો એની મજા કહું !
તારો જે દૂરદૂરથી સહકાર હોય છે.

ટોળે વળે છે કોઈની દિવાનગી ઉપર,
દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે.

દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી,
એ ચૂપ રહે છે જેને અધિકાર હોય છે.

કાયમ રહી જાય તો પેગંબરી મળે,
દિલમાં જે એક દર્દ કોઈ વાર હોય છે.

જો એ ખબર પડે તો મજા કેટલી પડે,
ઈશ્વર જગતમાં કોનો તરફદાર હોય છે.

જાણે છે સૌ ગરીબ કે વસ્તુ બધી 'મરીઝ',
ઈશ્વરથી પણ વિશેષ નિરાકાર હોય છે.

(શબ્દો - દિવ્યભાસ્કર)

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP