હજીયે કંઇ કેમ નથી રે બદલાતું - સરૂપ ધ્રુવ
આજે આપણા સાહિત્યનિ બંડખોર કવિયત્રી સરૂપ ધ્રુવનો ૬૩મો જન્મદિવસ. તેમને ખુબ ખુબ શુભેચ્છા સાથે માણીયે તેમના આગવા મીજાજમાં લખેલ આ ગીત.
કવિ - સરૂપ ધ્રુવ
સ્વર - ???
સંગીત - મયંક ઓઝા
કેમ નથી હચમચતું તૂટતુ કડડભૂસ ના થાતું,
જીવતર જૂનું જીરણ જુઠ્ઠું કેમ નથી બદલાતું,
હજીયે કંઇ કેમ નથી રે બદલાતું.......
કે છે નવનિર્માણ કરે છે, નવા નગર એ બાંધે,
માણસ-માણસ વચ્ચેની જે તિરાડ કોઇ ના સાંધે
જૂનાં પાયા જૂનાં નકશા, નવું શું અહીં સર્જાતું,
હજીયે કંઇ કેમ નથી રે બદલાતું.......
મારી અંદર ઉથ્થલપાથલ ચાલે કંઇક સદીથી,
કાંઠા તોડું ધમરોળી દવ શીખું કંઇક નદીથી,
હમણાં તો ગુમરાતો અંદર, તડતડ કંઇ ગુમરાતું,
હજીયે કંઇ કેમ નથી રે બદલાતું.......
એવો એ ઇતિહાસ સુણ્યો છે માણસજાત લડે છે,
ઉથલાવે છે જુલ્મની સત્તા, અગનની જાળ બને છે,
ક્રાંતિનો લલકાર ઉઠે છે, કેમ બધુ વિસરાતું,
હજીયે કંઇ કેમ નથી રે બદલાતું.......
સમાજ રહેજે ગતપતન(?) તો બધુંય બદલાવાનું,
જો કરવાનું હોય કશું તો મારે એ કરવાનું,
એવું નડતર શું છે મનને, કેમ ના તત્પર થાતું,
હજીયે કંઇ કેમ નથી રે બદલાતું.......
0 પ્રત્યાઘાતો:
Post a Comment