મારા લાલ રે લોચનીયામાં - અવિનાશ વ્યાસ
કવિ, સંગીત - અવિનાશ વ્યાસ
સ્વર - દિપાલી સોમૈયા
મારા લાલ રે લોચનીયામાં,
રૂપની ઝલક આવી ગઇ.
હું તો જોતી ને જોતી રહી.
આવી ન આવી એ સુરત શમણે,
ત્યાં ક્યારે ખોવાઇ ગઇ?
હું તો જોતી ને જોતી રહી.
છોને સૂરજ એ સૂરજ ના રહે,
સુધા સુધા કરણી ફૂટે,
છોને સમય નીજ સાંજ બનાવીને
ભાવી તારલીયાનું તેજ લૂંટે
તૂટે ના તાર લાગ્યો હૈયાના હારનો
છોને થવાની થઇ.
હું તો જોતી ને જોતી રહી.
સ્વર - દિપાલી સોમૈયા
મારા લાલ રે લોચનીયામાં,
રૂપની ઝલક આવી ગઇ.
હું તો જોતી ને જોતી રહી.
આવી ન આવી એ સુરત શમણે,
ત્યાં ક્યારે ખોવાઇ ગઇ?
હું તો જોતી ને જોતી રહી.
છોને સૂરજ એ સૂરજ ના રહે,
સુધા સુધા કરણી ફૂટે,
છોને સમય નીજ સાંજ બનાવીને
ભાવી તારલીયાનું તેજ લૂંટે
તૂટે ના તાર લાગ્યો હૈયાના હારનો
છોને થવાની થઇ.
હું તો જોતી ને જોતી રહી.
0 પ્રત્યાઘાતો:
Post a Comment