Friday 24 June 2011

યમુના જળમાં કેસર ઘોળી - ભજન

Image
સ્વર - અનુરાધા પૌંડવાલ




યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા
હલકે  હાથે   અંગો   ચોળી   લાડ લડાવું શામળા

અંગો લૂછી  આપું વસ્ત્રો પીળું પીતાંબર પ્યારમાં
તેલ  સુગંધી નાંખી આપું વાંકડીયા તુજ વાળમાં

કુમકુમ કેરું   તિલક   લગાવું ત્રિકમ તારા ભાલમાં
અલબેલી  આંખોમાં  આંજુ અંજન મારા વા’લમા

હસતી   જાઉં   વાતે   વાતે   નાચી   ઊઠું તાલમાં
નજર ન લાગે શ્યામ સુંદરને ટપકાં કરી દઉં ગાલમાં

પગમાં ઝાંઝર રૂમ ઝુમ વાગે કરમાં કંકણ વા’લમાં
કંઠે માળા કાને કુંડળા ચોરે ચીતડું ચાલમાં

મોર મુગટ માથે પહેરાવું મુરલી આપું હાથમાં
કૃષ્ણ કૃપાળુ નીરખી શોભા વારી જાઉં તારા વ્હાલમાં

દૂધ કટોરી ભરીને આપું પીઓને મારા શામળા
ભક્ત મંડળ નીરખી શોભા રાખો ચરણે શામળા
રાખો   ચરણે   શામળા   રાખો ચરણે   શામળા


0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP