Saturday 25 June 2011

દીકરી નથી તો કંઇ નથી - ભૂમિક શાહ

ભગવદ્ગોમંડલના મુજબ દીકરી શબ્દ દ્રુ ધાતું પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે, ફાડવું. દીકરીએ બાપનું મન ફાડનારી ગણાય છે કારણ કે તેની ચિંતા પિતાને હંમેશા રહે છે.

આ ગીતના શબ્દો, સંગીત અને સ્વર ત્રણે ઉત્તમ  છે. વારંવાર સાંભળવું ગમે તેવું ગીત.

ફિલ્મ - મોહનના મંકીસ
રચના - ભૂમિક શાહ



ફૂલમાં ખુશ્બું નથી, ગીતમાં સરગમ નથી,
જળ ઉપર લ્હેરો નથી, ને દિલ મહીં ધડકન નથી,
તું નથી ને હું નથી, હા તું નથી ને હું નથી

તું નથી ને હું નથી, હા તું નથી ને હું નથી
દીકરી નથી તો કંઇ નથી, કંઇ નથી, કંઇ નથી.
દીકરી નથી તો કંઇ નથી, કંઇ નથી, કંઇ નથી.


એના કોમળ પગલે પગલે ફેલાતાં અજવાળા,
એના મીઠાં કલરવથી ખુશીઓ બાંધે માળા,
હોઠ પરનું સ્મિત છે એ, આંગણાનો દીપ છે
આજ ઉજળું ગીત છે એ, કોઇ ના સમજો ચીપ છે.


એના પાલવમાં લ્હેરાતી લાગણીની નદીઓ
એના હાથોમાં સચવાતી આવનારી સદીઓ
પથ્થરો સહુ પીગળે ને અર્થની સમજણ મળે
આ અમાનત આપણી જ્યાં એક થાપણ થઇ વળે

ફૂલ છે ખુશ્બુ થકી, ગીત છે સરગમ થકી
જળ તો છે લ્હેરો થકી, દિલ તો છે ધડકન થકી,
હું ને તું દીકરી થકી, આ જગત દીકરી થકી.
આ જગત દીકરી થકી......

(નોંધ - મારા અંગત મતે છેલ્લા કેટલાક સમયમાં દીકરા દીકરી વચ્ચેના ભેદભાવનું એક નવું પરિમાણ વિકસ્યું છે. દીકરીને દીકરા કરતાં ચડીયાતી ચિતરવી. સરકાર દ્વારા 'મુઝે બેટી હી ચાહીયે'ની જાહેરાતો પણ બનાવામાં આવી છે. મને ખબર નથી પડતી કે જો કોઇ 'મને દીકરો જોઇએ છે' એમ કહે તો પછાત અને 'મને દીકરી જોઇએ છે' એમ કહે તો સુધરેલો અને સારો. આ કેવા માપદંડ છે. દીકરા દીકરીના ભેદભાવ દૂર કરવાનો અર્થ છે બન્નેને સમાનતાથી સ્વીકારો. બન્નેમાંથી કોઇ ચડીયાતું નથી. બન્ને સમાન છે.)

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP