આપી આપીને તમે - વિનોદ જોશી
કવિ - વિનોદ જોશી
પાંખો આપો તો અમે આવીએ..
ચાંદો નીચોવી એના વાટકા ભર્યા,
ને એને મોગરાની કળીએ હલાવ્યા
આટલા ઉઝરડાને શમણું ઓઢાડી
અમે ઉંબરની કોર લગી લાવ્યા
આપી આપીને તમે ટેકો આપો સજન
જો તમે નાતો આપો તો અમે આવીએ
કાગળમાં કાળઝાળ રેતી વીંઝાય
અને લેખણમાં મૂકી છે લૂ
આંગળીઓ ઓગળીને અટકળ થઈ જાય,
અમે લખીએ તો લખીએ પણ શું?
આપી આપીને તમે આંસુ આપો સજન
જો તમે આંખો આપો તો અમે આવીએ
(શબ્દો - ગુંજારવ)
0 પ્રત્યાઘાતો:
Post a Comment