લ્યો જરાક જીવણ અટકો - રમેશ પારેખ
કવિ - રમેશ પારેખ
સ્વર - રેખા ત્રિવેદી
સંગીત - સુરેશ જોશી
લ્યો જરાક જીવણ અટકો,લ્યો સોપારીનો કટકો,
લ્યો ખાટ બિરાજી ખટમીઠો,ખમ્મા એકાદો ખટકો.
જીવણ જરિયલ જામા ઉપર ઝૂલે મારો વાળ
એને ભાળી તમ પટરાણી કરશે કંઇ કંઇ આળ
ચક માંહે ચમકે છે ચાડીયો, ઉજાગરાનો ચટકો
લ્યો ખાટ બિરાજી ખટમીઠો,ખમ્મા એકાદો ખટકો.
મીરાં કે પ્રભુ પાછા ક્યારે પધારશો આ પે'ર,
તમે જાવ તે જુલમ જીવણ, તમે રહે તે ભેર
છેવટમાં આલિંગુ છું, તો છોછ કરી નવ છટકો

0 પ્રત્યાઘાતો:
Post a Comment