રોજ એક લીલું પાન ફૂટૅ
જોત જોતામાં પરેશ ભટ્ટની વિદાયના ૨૮ વર્ષ થઇ ગયા. અદભૂત ગાયક અને સંગીતકાર પરેશભાઇની ખોટ ગુજરાતી સંગીતને હંમેશા રહેશે જ. આજે તેમની પુણ્યતિથિએ આ ગીત સાંભળીયે અને તેમને સ્વરાંજલિ અર્પીએ.
રોજ એક લીલું પાન ફૂટે ને
થાય કે તારો કાગળ છે.
મારો જવાબ તને ભીંજવતો કેવું?
મારો જવાબ તો વાદળ છે.
રોજ રોજ કાગળમાં એવું વંચાય કે
પાનેતર ઓઢી તું આવશે
કંકુને ચોખાને શ્રીફળની સાથે
રૂમઝુમતું સપનું તું લાવશે.
કેસરી સાફો બાંધી લે માથે
અને માની લે ભર્યું આંગણ છે.
તારો સંદેશ લોહીમાં ઓગળી
લાવે છે તોફાની પૂર.
ભાળું તને હું મારી નિકટ
ભલે હોય તું જોજન દૂર,
લીલા આ પાનને વાંચીને રોજ રોજ
ભીની આ મારી પાંપણ છે.
0 પ્રત્યાઘાતો:
Post a Comment