Monday, 15 August 2011

ભારત - ઉમાશંકર જોશી

સ્વાતંત્ર્ય દિનની હાર્દિક શુભેચ્છા. દેશ વિકાસ તરફ આગેકુચ જાળવી રાખે અને આળસ ખંખેરી નાંખે તેવી ઇશ્વરને પ્રાર્થના.

કવિ - ઉમાશંકર જોશી
સ્વર, સંગીત - ???




ભારત નહિ નહિ વિન્ધ્ય હિમાલય,
                   ભારત ઉન્નત નરવર;
ભારત નહિ ગંગા, નહિ યમુના,
                   ભારત સંસ્કૃતિનિર્ઝર.

ભારત નહિ વન, નહિ ગિરિગહ્વર,
              ભારત આત્મની આરત;
ભારત   તપ્ત  ગગન કે રણ નહિ,
                  જીવનધૂપ જ ભારત.

ભારત  તે   રતનાગર  રિદ્ધિ  ન,
                    ભારત સંતતિરત્ન;
ભારત  ષડ્  ઋતુ  ચક્ર ન, ભારત
                  અવિરત પૌરુષયત્ન.

ભારત   ના   લખચોરસ   કોશો
                   વિસ્તરતી જડભૂમિ,
ભારત મૃદુ માટીથી ઘડ્યા ભડ-
                  વીર પ્રાણની ઊર્મિ.

ભારત   એકાકી   અવધૂત  ન,
                  કે ચિરનિરુદ્ધ કારા;
ભારત  જગની   જમાત વચ્ચે
          મનુકુલ-મનનની ધારા.

(શબ્દો - લયસ્તરો)

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP