સાત સૂરોના સરનામે - અંકિત ત્રિવેદી
કવિ - અંકિત ત્રિવેદી
સ્વર - પાર્થિવ ગોહિલ
સંગીત - ગૌરાંગ વ્યાસ
સાત સૂરોના સરનામે અમે તમને મળવા આવ્યાં,
સૂર શબ્દના સથવારે બે વાત મજાની લાવ્યાં.
તમને કહું તો ખિસ્સામાંથી સાંજ મજાની કાઢો,
ગમતાં જણની ગમતી ક્ષણની વાત ફરીથી માંડો,
રોમરોમને જે અજવાળે એ દીવડાં પ્રગટાવ્યાં.
સૂર શબ્દના સથવારે બે વાત મજાની લાવ્યાં.
ગીત ગઝલમાં ગગન ઉમેરી ઉડવાનું છે મન,
સાથ તમારો મળે સૂરીલો રસભર છે જીવન
યાદ અને સપનાની વચ્ચે ટહૂકો થઇને જામ્યાં
સૂર શબ્દના સથવારે બે વાત મજાની લાવ્યાં.
સ્વર - પાર્થિવ ગોહિલ
સંગીત - ગૌરાંગ વ્યાસ
સાત સૂરોના સરનામે અમે તમને મળવા આવ્યાં,
સૂર શબ્દના સથવારે બે વાત મજાની લાવ્યાં.
તમને કહું તો ખિસ્સામાંથી સાંજ મજાની કાઢો,
ગમતાં જણની ગમતી ક્ષણની વાત ફરીથી માંડો,
રોમરોમને જે અજવાળે એ દીવડાં પ્રગટાવ્યાં.
સૂર શબ્દના સથવારે બે વાત મજાની લાવ્યાં.
ગીત ગઝલમાં ગગન ઉમેરી ઉડવાનું છે મન,
સાથ તમારો મળે સૂરીલો રસભર છે જીવન
યાદ અને સપનાની વચ્ચે ટહૂકો થઇને જામ્યાં
સૂર શબ્દના સથવારે બે વાત મજાની લાવ્યાં.
0 પ્રત્યાઘાતો:
Post a Comment