તુ ન આવે છો ન આવે - અમૃતલાલ ઘાયલ
કવિ - અમૃતલાલ 'ઘાયલ'
એ અચાનક આવી મારુ દ્વાર ખખડાવે તો છે.
તુજને મારી સાથે ન ફાવ્યુ તો નથી તલભાર રંજ
ખુશ છુ બીજા સાથે તુજને આજ બહુ ફાવે તો છે.
ખોઇ બેઠો છુ હુ તારી ઝુલ્ફની ખુશ્બુ છતા
કલ્પનામાં ખુશ્બુ આવી મુજને ખુશ્બાવે તો છે.
આપણી વચ્ચે કદી કેવો સરસ નાતો હતો
કમ સે કમ એ યાદ આવી મુજને હરખાવે તો છે.
બીજુ "ઘાયલ" શુ કરે તારા ઉપરથી ઓળધોળ
દેહમાં છે પ્રાણ બાકી પ્રાણ લઇ આવે તો છે.
(શબ્દો - આત્મા)
0 પ્રત્યાઘાતો:
Post a Comment