Monday 24 October 2011

જોવા વાળો જોશે - અવિનાશ વ્યાસ

કવિ,સંગીત - અવિનાશ વ્યાસ
સ્વર - મન્ના ડે




એક જીભ અને બે કાન દઇ ભગવાન બેઠો આભલે
એથી જ કહીયે એક, દુનિયા બે સાંભળે.

જોવા વાળો જોશે, દેવા વાળો દેશે,
તું તારુ કામ કરેજ.
સહુએ સહુની સંભાળશે
તું તારું ભાથું ભરે જા રે ભાઇ
તું તારું કામ કરે જા.

કંટક આવે કંકર આવે,
તડકો આવે છાંયો આવે
આ લખે લખ્યો લખ ચોરાસીનો ફેરો
ભૂંડા ફરે જા રે ભાઇ
તું તારું કામ કરે જા.

મીંઢળ બાંધ્યાં માંડવડા પર
એ ચંદરમાં ઉગતો,
એજ ચાંદલો મસાણ માથે
ઉગવા ટાણે પૂગતો
સ્થળ ને પળથી પર રહી પ્યારા
તારી ચાલ ચલે જા રે ભાઇ

તું તારું કામ કરે જા.



0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP