લે હાથે કરતાલ ફકીરા - ઝાકીર ટંકારવી
કવિ - ઝાકીર ટંકારવી
સ્વર,સંગીત - સંજય ઓઝા
લે હાથે કરતાલ ફકીરા,સંતની સાથે ચાલ ફકીરા.
એની મેડીએ બેસીને,થઇ જા માલંમાલ ફકીરા.
હો ફકીરા...

હુંયે માણસ તું યે માણસ સહુનું લોહી લાલ ફકીરા.
બન્ને ખાલી હાથે જઈશું, આજ નહીં તો કાલ ફકીરા.
દોલત તો દાસી છે તારી ખિસ્સામાં ના ઘાલ ફકીરા.
સંન્યાસીનું તો એવું કે સૂર અહીં ત્યાં તાલ ફકીરા.
સરકી જાશે એક જ પળમાં દુનિયાને ના ઝાલ ફકીરા.
રસ્તા તો આડા ને અવળા, જૂની વાટે ચાલ ફકીરા.

(શબ્દો - લયસ્તરો)
0 પ્રત્યાઘાતો:
Post a Comment