Sunday 30 October 2011

મોરપીંછની રજાઇ ઓઢી - સુરેશ દલાલ

કવિ - સુરેશ દલાલ
સ્વર, સંગીત - આસિત દેસાઇ




મોરપીંછની રજાઇ ઓઢી તમે સૂવોને શ્યામ
અમને થાય પછી આરામ…

મૂરલીના સૂરના ઓશીકાં રાખો અડખે-પડખે
તમે નીંદમાં કેવાં લાગો જોવાને જીવ વલખે
રાત પછી તો રાતરાણી થઇ, મહેંકી ઊઠે આપ.

અમે તમારા સપ્નામાં તો નહીં જ આડી ચડશું
આંખ ખોલીને જોશો ત્યારે અમે જ નજરે પડશું
નિંદ્રા-તંદ્રા-જાગૃતિમાં ઝળહળભર્યો દમામ.

(શબ્દો - ઇશ્મિતનો બ્લોગ)

0 પ્રત્યાઘાતો:

Copyright 2009-2013 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP