હું પણ તમારી યાદમાં મારો નથી રહ્યો. - હરિન્દ્ર દવે
કવિ - હરિન્દ્ર દવે
સ્વર, સંગીત
હું પણ તમારી યાદમાં મારો નથી રહ્યો.
દરિયો રહી ગયો ને કિનારો નથી રહ્યો,
ઝારી લઇને બાગમાં ફરતો રહ્યો બધે,
ગમતો તો તમને ખૂબ એ ક્યારો નથી રહ્યો.
જકડું છું હાથમાં તો એ સચવાઇ જાય છે.
સંભાળવો પડે જે એ પારો નથી રહ્યો.
તારા મિલનમાં તારા વિરહની ગઝલ રહી,
એ તારો ભ્રમ હતો કે હું તારો નથી રહ્યો.
સ્વર, સંગીત
હું પણ તમારી યાદમાં મારો નથી રહ્યો.
દરિયો રહી ગયો ને કિનારો નથી રહ્યો,
ઝારી લઇને બાગમાં ફરતો રહ્યો બધે,
ગમતો તો તમને ખૂબ એ ક્યારો નથી રહ્યો.
જકડું છું હાથમાં તો એ સચવાઇ જાય છે.
સંભાળવો પડે જે એ પારો નથી રહ્યો.
તારા મિલનમાં તારા વિરહની ગઝલ રહી,
એ તારો ભ્રમ હતો કે હું તારો નથી રહ્યો.
(શબ્દો - ગુજરાત કેન્દ્ર)
0 પ્રત્યાઘાતો:
Post a Comment