કર કર કંકણ ને વચ્ચે ચૂડી રે - લગ્નગીત
લગ્નગીત
કર કર કંકણ ને વચ્ચે ચૂડી રે
લાડા પાસે લાડી દીસે છે રૂડી રે.
કોને લાડી એવડાં તે શા તપ કીધા રે
કોના તપે આવા રૂડાં સસરાં પામ્યાં રે
ગઢડાંમાં ગોપીનાથ પૂજવાને ગ્યાતાં રે
એના તપે આવા રૂડાં સસરા પામ્યાં રે.
કોને લાડી એવડાં તે શા તપ કીધા રે
કોના તપે આવા રૂડાં સાસુ પામ્યાં રે
મૂળીમાં માંડવરાય પૂજવાને ગ્યાતાં રે
એના તપે આવા રૂડાં સાસુ પામ્યાં રે.
કોને લાડી એવડાં તે શા તપ કીધા રે
કોના તપે આવા રૂડાં જેઠ પામ્યાં રે
વાંકાનેરમાં જડેશ્વર પૂજવાને ગ્યાતાં રે
એના તપે આવા રૂડાં સસરા પામ્યાં રે.
કોને લાડી એવડાં તે શા તપ કીધા રે
કોના તપે આવા રૂડાં કંથ પામ્યાં રે
પાલીતાણે આદિશ્વર પૂજવાને ગ્યાતાં રે
એના તપે આવા રૂડાં કંથ પામ્યાં રે.
કર કર કંકણ ને વચ્ચે ચૂડી રે
લાડા પાસે લાડી દીસે છે રૂડી રે.
કોને લાડી એવડાં તે શા તપ કીધા રે
કોના તપે આવા રૂડાં સસરાં પામ્યાં રે
ગઢડાંમાં ગોપીનાથ પૂજવાને ગ્યાતાં રે
એના તપે આવા રૂડાં સસરા પામ્યાં રે.
કોને લાડી એવડાં તે શા તપ કીધા રે
કોના તપે આવા રૂડાં સાસુ પામ્યાં રે
મૂળીમાં માંડવરાય પૂજવાને ગ્યાતાં રે
એના તપે આવા રૂડાં સાસુ પામ્યાં રે.
કોને લાડી એવડાં તે શા તપ કીધા રે
કોના તપે આવા રૂડાં જેઠ પામ્યાં રે
વાંકાનેરમાં જડેશ્વર પૂજવાને ગ્યાતાં રે
એના તપે આવા રૂડાં સસરા પામ્યાં રે.
કોને લાડી એવડાં તે શા તપ કીધા રે
કોના તપે આવા રૂડાં કંથ પામ્યાં રે
પાલીતાણે આદિશ્વર પૂજવાને ગ્યાતાં રે
એના તપે આવા રૂડાં કંથ પામ્યાં રે.
0 પ્રત્યાઘાતો:
Post a Comment