લાડો લાડી જમે રે કંસાર - લગ્નગીત
લગ્નસરામાં આ મધમીઠું ગીત માણીયે.
લગ્નગીત
સ્વર, સંગીત - ???
સાસુજી શુભ સજી શણગાર, પીરસવાને આવીયાં રે
ભીની વાટી સાકર તૈયાર, ઝારી ભરીને લાવિયાં રે
લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો ગળ્યો લાગે રે
નાખે મહીં ઘી કેરી ધાર, સંસાર પાયો ગળ્યો લાગે રે
પીરસતાં મન મલકાય, આનંદ અંગ અંગમાં રે
ભેગા બેસી જમે વરકન્યા અધિક ઊંચ રંગમાં રે
લાડો લાડી જમે રે કંસાર, ઓલ્યો અણવર બેઠો ટળવળે રે
સાસુજી શુભ સજી શણગાર, પીરસવાને આવીયાં રે
ભીની વાટી સાકર તૈયાર, ઝારી ભરીને લાવિયાં રે
લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો ગળ્યો લાગે રે
નાખે મહીં ઘી કેરી ધાર, સંસાર પાયો ગળ્યો લાગે રે
ભેગા બેસી જમે વરકન્યા અધિક ઊંચ રંગમાં રે
લાડો લાડી જમે રે કંસાર, ઓલ્યો અણવર બેઠો ટળવળે રે
ભાઇબંધ મને આંગલડી ચટાડ, કંસાર કેવો ગળ્યો લાગે રે.
વીરા મારા પરણ્યો છે કે નંઇ કંસાર કેમ વીસર્યો રે
લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો ગળ્યો લાગે રે
0 પ્રત્યાઘાતો:
Post a Comment