કવિઓને પરિપત્ર - પ્રિયકાન્ત મણિયાર
કવિ - પ્રિયકાન્ત મણિયાર
ગોપી કને દાણ હવે લઉં ના,
ખાલી પડી ગોરસની મટૂકી,
વર્ષો થયાં ગોકુલથી ગયાને
સ્થંભી ગઇ ક્યારની રાસલીલા;
ના એની એ તો યમુના વહે છે.
કદમ્બના વૃક્ષ સમું વિલાયું
વ્હાલું હતું જે વ્રજ લીલું લીલું;
મીંરા, દયારામ અનેક તે પછી
ભજી ગયાં ભાવ પ્રચૂર્ણ, કિન્તુ
વિચિત્ર છે સાંપ્રત ચિત્ર કૈંક.
મારી પ્રીતે ગીત તમે કર્યા કરો,
પ્રીતે તમારી કશુંયે કરો નહિ;
પ્રતારણા-પ્રીત-પ્રયોજના છતી
મારા થકી કાળ વિશેષ ગાળો
દીઠી નહીં તે સહ રાધિકાની.
વર્ષો થયાં શબ્દ ન એક બોલ્યો,
હવે પછી ગુર્જર ગીતકારો
ક્યાંયે કર્યું કાવ્ય કશુંય કૃષ્ણનું-
એક્કેક આનો કૃતિદીઠ લૈશ હું
(ખિસ્સે તમારે યદી લભ્ય હોય તો!)
ગોપી કને દાણ હવે લૌં ના...
ગોપી કને દાણ હવે લઉં ના,
ખાલી પડી ગોરસની મટૂકી,
વર્ષો થયાં ગોકુલથી ગયાને
સ્થંભી ગઇ ક્યારની રાસલીલા;
ના એની એ તો યમુના વહે છે.
કદમ્બના વૃક્ષ સમું વિલાયું
વ્હાલું હતું જે વ્રજ લીલું લીલું;
મીંરા, દયારામ અનેક તે પછી
ભજી ગયાં ભાવ પ્રચૂર્ણ, કિન્તુ
વિચિત્ર છે સાંપ્રત ચિત્ર કૈંક.
મારી પ્રીતે ગીત તમે કર્યા કરો,
પ્રીતે તમારી કશુંયે કરો નહિ;
પ્રતારણા-પ્રીત-પ્રયોજના છતી
મારા થકી કાળ વિશેષ ગાળો
દીઠી નહીં તે સહ રાધિકાની.
વર્ષો થયાં શબ્દ ન એક બોલ્યો,
હવે પછી ગુર્જર ગીતકારો
ક્યાંયે કર્યું કાવ્ય કશુંય કૃષ્ણનું-
એક્કેક આનો કૃતિદીઠ લૈશ હું
(ખિસ્સે તમારે યદી લભ્ય હોય તો!)
ગોપી કને દાણ હવે લૌં ના...
0 પ્રત્યાઘાતો:
Post a Comment