નીત ચંદન તલાવડીની પાળે - ચંદ્રા જાડૅજા
કવિ - ચંદ્રા જાડેજા
સ્વર - કમલ બારોટ
સંગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય
નીત ચંદન તલાવડીની પાળે
જાવાનું મારે હેલ ભરવા,
મારો મારગડો આંતરી રંજાડે
ઊભો રે છેલ શું કરવા.
એની અણીયાળી આંખડીના ચાળા
ઘાવ ઉર પર કરે છે મન મારા
એવો વીંટી લ્યે નજર્યુની જાળે
લાગે મારું મન સરવા.
ઘણી અધવચથી જાઉં કેડો ચાતરી
મન માને નહીં જાય ત્યાં ફરી ફરી
પાળે મૂંઝવણ આ કોણ મારી ટાળે
ક્યાં જાઉં એની રાવ કરવા
સ્વર - કમલ બારોટ
સંગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય
નીત ચંદન તલાવડીની પાળે
જાવાનું મારે હેલ ભરવા,
મારો મારગડો આંતરી રંજાડે
ઊભો રે છેલ શું કરવા.
એની અણીયાળી આંખડીના ચાળા
ઘાવ ઉર પર કરે છે મન મારા
એવો વીંટી લ્યે નજર્યુની જાળે
લાગે મારું મન સરવા.
ઘણી અધવચથી જાઉં કેડો ચાતરી
મન માને નહીં જાય ત્યાં ફરી ફરી
પાળે મૂંઝવણ આ કોણ મારી ટાળે
ક્યાં જાઉં એની રાવ કરવા
0 પ્રત્યાઘાતો:
Post a Comment