તમારા અહીં આજ પગલાં થવાના - 'ગની' દહીંવાલા
કવિ - 'ગની' દહીંવાલા
સ્વર - હેમંતકુમાર
સંગીત - કિરીટ રાવળ
તમારા અહીં આજ પગલાં થવાનાં, ચમનમાં બધાંને ખબર થૈ ગઈ છે.
ઝૂકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની ય નીચી નજર થૈ ગઈ છે.
શરમનો કરી ડોળ સઘળું જુએ છે, કળી પાંદડીઓના પડદે રહીને,
ખરું જો કહી દઉં તો વાતાવરણ પર, તમારાં નયનની અસર થૈ ગઈ છે.
બધી રાત લોહીનું પાણી કરીને, બિછાવી છે મોતીની સેજો ઉષાએ,
પધારો કે આજે ચમનની યુવાની, બધાં સાધનોથી સભર થૈ ગઈ છે.
ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન, કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે,
તમે જો ન હો તો બધા કહી ઊઠે કે, વિધાતાથી કોઇ કસર થૈ ગઈ છે.
(સંપૂર્ણ કાવ્ય માણો - સ્વર સરિતા)

0 પ્રત્યાઘાતો:
Post a Comment