મૂળ રે વિનાનું કાયાં- રવિ સાહેબ
કવિ - રવિ સાહેબ
સ્વર - રાસબિહારી દેસાઇ
સંગીત - ક્ષેમુ દિવેટીયા
મૂળ રે વિનાનું કાયા ઝાડવું જી રે,
સ્વર - રાસબિહારી દેસાઇ
સંગીત - ક્ષેમુ દિવેટીયા
મૂળ રે વિનાનું કાયા ઝાડવું જી રે,
એ જી એને પડતાં નહીં લાગે વાર રે.
એવું મૂળ રે વિનાનું કાયા ઝાડવું હો જી.
એ જી એને પ્રેમનાં રે ખાતર પુરાવજો જી રે ,
એ એની પાળ્યો પહોંચી પિયાળ રે હાં…
એને સત્યનાં રે પાણીડાં સીંચાવજો જી રે,
એને સત્યનાં રે પાણીડાં સીંચાવજો જી રે,
એ જી એની નૂરત સૂરત પાણીયારી રે હાં…
એવું મૂળ રે વિનાનું કાયા ઝાડવું હો જી.
એ જી એને શીલ રે સંતોષ દોનું ફળ હુવા જી રે ,
એ તો અમર ફળ રે કહેવાય .
રવિ ગુરૂ એમ કહે ભાણ રે જી
રવિ ગુરૂ એમ કહે ભાણ રે જી
તમે પ્રભુને ભજો તો ભવપાર રે.
એવું મૂળ રે વિનાનું કાયા ઝાડવું હો જી.
એવું મૂળ રે વિનાનું કાયા ઝાડવું હો જી.
(શબ્દો - આનંદાશ્રમ)
0 પ્રત્યાઘાતો:
Post a Comment