સાદ કરે છે - પ્રહલાદ પારેખ
કવિ - પ્રહલાદ પારેખ
સ્વર - દેવયાની
સંગીત - ચિંતન પંડ્યા
સાદ કરે છે, દિલ હરે છે રે મને એ સાદ કરે છે રે
સાદ ના આવે કાન તમારે, શોરબકોરે જગ ભરે છે એ.
ગામને પાદર રોજ બપોરે ઝાડવાં કેરી ડાળ,
સાદ કરે છે સાંજને ટાણે દૂરની ડુંગરમાળ.
ભણવા ટાણે સાદ કરે છે નાનકડું એક તળાવ
કામની વેળા રોજ બોલાવે એક એવો છે ઢાળ,
નદિયું કેરી ભેખડ પેલી, ખેતરો કેરી હાર,
સાદ કરે છે જંગલ કેડીઃ કેમ કરું હું વાર?
આભ અડે જ્યાં દૂર જમીને, કોણ છુંપાયું ત્યાં?
રોજ ઇશારે એય બોલાવે ઃ આવ અલ્યા અહીંયા!
સ્વર - દેવયાની
સંગીત - ચિંતન પંડ્યા
સાદ કરે છે, દિલ હરે છે રે મને એ સાદ કરે છે રે
સાદ ના આવે કાન તમારે, શોરબકોરે જગ ભરે છે એ.
ગામને પાદર રોજ બપોરે ઝાડવાં કેરી ડાળ,
સાદ કરે છે સાંજને ટાણે દૂરની ડુંગરમાળ.
ભણવા ટાણે સાદ કરે છે નાનકડું એક તળાવ
કામની વેળા રોજ બોલાવે એક એવો છે ઢાળ,
નદિયું કેરી ભેખડ પેલી, ખેતરો કેરી હાર,
સાદ કરે છે જંગલ કેડીઃ કેમ કરું હું વાર?
આભ અડે જ્યાં દૂર જમીને, કોણ છુંપાયું ત્યાં?
રોજ ઇશારે એય બોલાવે ઃ આવ અલ્યા અહીંયા!
0 પ્રત્યાઘાતો:
Post a Comment