ગીત સાંભળમાં પડતી સમસ્યા હલ થઇ
મિત્રો છેલ્લા કેટલાક સમયથી આપ સહુને ગીત સાંભળવામાં સમસ્યા પડી રહી છે. તેનું કારણ સર્વરની સમસ્યા છે. હું 4sharedનું સર્વર વાપરતો હતો. પણ ગત માસે તેના દ્બારા પોતાની નીતિમાં (મનસ્વી) ફેરફાર કરવામાં આવ્યો છે. તે મુજબ હવે 4shared પર મુકેલી ફાઇલો સાંભળવા માટે પણ હવે 4shared account હોવું જોઇએ. આ કારણે આપ સહુ ગીત માણી શકતા ન હતા.
હવે મેં સર્વરમાં ફેરફાર કરવાનું નક્કી કરેલ છે. હવે divshareનું સર્વર વાપરવાનું ચાલુ કરેલ છે, તથા જૂની બધી પોસ્ટમાં નવા સર્વરની લીંક મુકવી પડશે. અત્યાર સુધી આશરે ૭૭૦ પોસ્ટ મુકવામાં આવી છે. આ બધી પોસ્ટમાં લીંક અપડેટ કરવી, નવા સર્વર પર ગીત અપલોડ કરવા તે કાર્ય ખુબ જ ધીરજ, સમય અને મહેનત માંગી લે તેમ છે. ઇન્ટરનેટની ઝડપ પર પણ ઘણું બધુ નિર્ભર છે.
આ ભગીરથ કાર્ય ચાલુ કરેલ છે અને નવેમ્બર ૨૦૧૧ બાદના લગભગ બધા ગીતોમાં લીંક બદલી નાખી છે. પણ હજી ૮૦% કાર્ય બાકી છે. આશરે ૧૫ દિવસ લાગે તેવી શક્યતા છે.
આપ સહુને ત્યાં સુધી ધીરજ રાખવા વિનંતી છે. જોકે નવા ગીતો આપ નિર્વિધ્ને સાંભળી જ શકશો.
આપને પડી રહેલી સમસ્યા બદલ હું આપની ક્ષમા યાચું છું.
0 પ્રત્યાઘાતો:
Post a Comment