મેં તો ચાંદલો - મેઘબિંદુ
કવિ - મેઘબિંદુ
સ્વર - હંસા દવે
સંગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય
મેં તો ચાંદલો કર્યો છે તારા નામનો,
નો'તું પુછ્યુ તને છે કિયા ગામનો..
તારી આંખોમાં તેજ કૈંક એવું જોયું, કે અંજાઇ ગઇ મારી આંખો;
સાચું કહુંતો મને તારા સિવાય હવે, લાગે મલક સાવ ઝાંખો;
તને પામ્યા પછી મને લાગ્યો ના ભાર, ક્યારેય કોઇ સંતાપનો.
તારી એ વાંસળીમાં એવું કેવું જાદુ, તને મળવાની ઇચ્છાઓ જાગે;
યમુના, કદંબવૃક્ષ, મોરપિચ્છ, સહુ મને વ્હાલા વ્હાલા વ્હાલા બહુ લાગે;
રમતા ગોવાળિયા સાથે રહીને, પર્વત ગોવર્ધન ઉપાડતો.
(શબ્દો - પ્રીતના ગીત)

0 પ્રત્યાઘાતો:
Post a Comment