તારો લટકો છે લાખનો
સ્વર - મહેન્દ્ર કપૂર, આશા ભોંસલે
તારો લટકો છે લાખનો, નખરો સવા લાખનો,
નીંદર ઉડાડે છે ઉલાળો તારી આંખનો.
વસમું રે લાગે મુને તારૂં જોબનીયું,
કાજળડે વાગે મુને તારું જોબનીયું,
મારું જોબનીયું તો ફાગણનું ફૂલ છે,
એરે જોબનીયાના મોંઘેરાં મૂલ છે.
મારા હૈયાં ને તારા હૈયામાં રાખજે,
એરે હૈયું તું ગોરી પાછું ન માંગજે.
તારું હૈયું તો મારે વિસામો છે થાકનો.
તારો લટકો છે લાખનો, નખરો સવા લાખનો,
નીંદર ઉડાડે છે ઉલાળો તારી આંખનો.
વસમું રે લાગે મુને તારૂં જોબનીયું,
કાજળડે વાગે મુને તારું જોબનીયું,
મારું જોબનીયું તો ફાગણનું ફૂલ છે,
એરે જોબનીયાના મોંઘેરાં મૂલ છે.
મારા હૈયાં ને તારા હૈયામાં રાખજે,
એરે હૈયું તું ગોરી પાછું ન માંગજે.
તારું હૈયું તો મારે વિસામો છે થાકનો.
0 પ્રત્યાઘાતો:
Post a Comment