પ્રેમ અમારે કરવો - સુરેશ દલાલ
કવિ - સુરેશ દલાલ
સ્વર - ઉદિત નારાયણ
સંગીત - શ્યામલ-સૌમિલ
પ્રેમ અમારે કરવો અને આ રીત તમારી,
બાજી અમે રમીએ અને હા, જીત તમારી.
તમે સ્મિતને રહો સાચવી અને અમે અહીં આંસું.
તમે વસંતના કોકિલ, અમને ચાતકને ચોમાસું.
અમે બારણાં ખુલ્લાં અને આ ભીંત તમારી.
સાવ અચાનક તમને ક્યારેક, ખોટું માઠું લાગે,
પથ્થર જેવા અમને તો નહીં ક્યાંય કશુંયે વાગે.
તીર મારો ને તોય અમારે કહેવાનું કે…
ફૂલ જેવી છે પ્રિત તમારી
0 પ્રત્યાઘાતો:
Post a Comment