હંસલા હાલો રે હવે - મનુભાઇ ગઢવી
કવિ - મનુભાઇ ગઢવી
સ્વર - ???
સંગીત - કલ્યાણજી-આનંદજી
હંસલા હાલો રે હવે, મોતીડાં નહી રે મળે,
આ'તો ઝાંઝવાના પાણી, આશા જુઠી રે બંધાણી
મોતીડાં નહી રે મળે .
ધીમે-ધીમે પ્રીતી કેરો દીવડો પ્રગટાવ્યો,
એને રામના રખોપે મે'તો ઘુંઘટે ઓઢાડ્યો
પણ વાયરો વાયો રે ભેંકાર, માથે મેહુલાનો માર
દીવડો નહી રે બળે .
મોતીડાં નહી રે મળે .
વેલો રે મોડો રે મારો સાહ્યબો પધારે,
એને કહેજો કે ચુંદડી, લાશે રે ઓઢાડે
કાયા ભલે રે બળે, માટી માટીમાં મળે
પ્રીતડી નહી રે બળે.
મોતીડાં નહી રે મળે .
(શબ્દો - ગુજરાતી લોકસાહિત્ય)
સ્વર - ???
સંગીત - કલ્યાણજી-આનંદજી
હંસલા હાલો રે હવે, મોતીડાં નહી રે મળે,
આ'તો ઝાંઝવાના પાણી, આશા જુઠી રે બંધાણી
મોતીડાં નહી રે મળે .
ધીમે-ધીમે પ્રીતી કેરો દીવડો પ્રગટાવ્યો,
એને રામના રખોપે મે'તો ઘુંઘટે ઓઢાડ્યો
પણ વાયરો વાયો રે ભેંકાર, માથે મેહુલાનો માર
દીવડો નહી રે બળે .
મોતીડાં નહી રે મળે .
વેલો રે મોડો રે મારો સાહ્યબો પધારે,
એને કહેજો કે ચુંદડી, લાશે રે ઓઢાડે
કાયા ભલે રે બળે, માટી માટીમાં મળે
પ્રીતડી નહી રે બળે.
મોતીડાં નહી રે મળે .
(શબ્દો - ગુજરાતી લોકસાહિત્ય)
0 પ્રત્યાઘાતો:
Post a Comment