માડી મ્હારી - રમેશ પટેલ 'પ્રેમોર્મિ'
આજે માતૃદિવસ. માણીયે આ માતૃગીત.
કવિ - રમેશ પટેલ 'પ્રેમોર્મી'
સ્વર, સંગીત - માયા દિપક
માડી મ્હારી, તારા વિનાની સૂની સંસાર વાડી,
માળી વિનાની જેમ પડેલી એક પૂરાતન ક્યારી.
ઊર્મિ તણો કો છોડ ઊગે પણ જળસિંચનની ખામી
સ્નેહના ખાતર વિણ ફૂટે ક્યાં? એકે અંકુર ડાળી.
ચિર આનંદે કોઇ ખીલે ત્યાં આવે વંટોળ ભારી,
કંઇ કષ્ટોનાં તાપ જ ભારી સૂકવે કાયા મારી.
લેખ હશે ત્યારે તારી છાંયે આવીશ માડી દોડી
પંચમ સૂરે ત્યારે ગારો મુજ મનની એકતારી.
મારે માથે પંપાળજે કર, તારો પાલવ ઢાળી,
કોઇ જુએ ના એક જ લેજે પ્રેમની ચુમી છાની.

0 પ્રત્યાઘાતો:
Post a Comment