સામે નથી કોઇ - સૈફ પાલનપુરી
પ્રેમમાં પડેલી છોકરીની મનોસ્થિતિ પર તો બહુ જ ગઝલ થઇ છે. પણ બિચારા છોકરાઓ. તેમની લાગણીઓ બહુ ઓછી શબ્દોમાં મઢાઇ છે. એક સરસ ગઝલ માણીયે.
કવિ - સૈફ પાલનપુરી
સ્વર, સંગીત - મનહર ઉધાસ
અમુક જો રીતે ઉચ્ચારે છે મારું નામ કોઇ તો,
કોઇ નિસબત નથી હોતી છતાં શરમાઇ જાવું છું,
તમારું નામ લે છે જ્યારે કોઇ પારકાં હોઠો,
કોઇ બાબત નથી હોતી છતાં વહેમાઇ જાવું છું.
સામે નથી કોઇ અને શરમાઇ રહ્યો છું
હું પોતે મને પોતાને દેખાઇ રહ્યો છું.
આ મારો ખુલાસાઓથી ટેવાયેલો ચહેરો
ચૂપ રહું છું તો લાગે છે કસમ ખાઇ રહ્યો છું.
એક વાર મેં ફૂલો સમો દેખાવ કર્યો ‘તો
આ એની અસર છે કે હું કરમાઇ રહ્યો છું.
ગઇ કાલે અમસ્તાં જ હું થોડુંક હસ્યો’તો
આજે એ વિચાર આવતાં ગભરાઇ રહ્યો છું.
તારા લીધે લોકો હવે નીરખે છે મને પણ
કાગળ છું હું કોરો અને વંચાઇ રહ્યો છું.
મારા વિશે કોઇ હવે ચર્ચા નથી કરતું
આ કેવી સિફત થી હું વગોવાઇ રહ્યો છું.
કહેવું છે ઘણું ‘સૈફ’ અને કહી નથી શકતો
શબ્દોની દીવાલ ને દફનાઇ રહ્યો છું.
(શબ્દો - ગુજરાતી કવિતા અને ગઝલ)
કવિ - સૈફ પાલનપુરી
સ્વર, સંગીત - મનહર ઉધાસ
અમુક જો રીતે ઉચ્ચારે છે મારું નામ કોઇ તો,
કોઇ નિસબત નથી હોતી છતાં શરમાઇ જાવું છું,
તમારું નામ લે છે જ્યારે કોઇ પારકાં હોઠો,
કોઇ બાબત નથી હોતી છતાં વહેમાઇ જાવું છું.
સામે નથી કોઇ અને શરમાઇ રહ્યો છું
હું પોતે મને પોતાને દેખાઇ રહ્યો છું.
આ મારો ખુલાસાઓથી ટેવાયેલો ચહેરો
ચૂપ રહું છું તો લાગે છે કસમ ખાઇ રહ્યો છું.
એક વાર મેં ફૂલો સમો દેખાવ કર્યો ‘તો
આ એની અસર છે કે હું કરમાઇ રહ્યો છું.
ગઇ કાલે અમસ્તાં જ હું થોડુંક હસ્યો’તો
આજે એ વિચાર આવતાં ગભરાઇ રહ્યો છું.
તારા લીધે લોકો હવે નીરખે છે મને પણ
કાગળ છું હું કોરો અને વંચાઇ રહ્યો છું.
મારા વિશે કોઇ હવે ચર્ચા નથી કરતું
આ કેવી સિફત થી હું વગોવાઇ રહ્યો છું.
કહેવું છે ઘણું ‘સૈફ’ અને કહી નથી શકતો
શબ્દોની દીવાલ ને દફનાઇ રહ્યો છું.
(શબ્દો - ગુજરાતી કવિતા અને ગઝલ)
0 પ્રત્યાઘાતો:
Post a Comment