સાગ સીસમનો ઢોલિયો - લોકગીત
લોકગીત
સ્વર - દિવાળીબેન ભીલ
સાગ સીસમનો ઢોલિયો રે વાલમા,
અમર ડમરાના વાણ મરાં વાલમાં.
ન્યાં ચડી શ્રીકૃષ્ણ પોઢે મારા વાલમાં,
રુક્મિણી ઢોળે છે વાય મારા વાલમાં.
વાય ઢોળંતાં પૂછિયું મારા વાલમાં,
સ્વામી અમને ચુંદડીયુંની હોશ વાલમાં.
કેવા તે રંગ માં રંગાવું મારા વાલમા,
કેવી કેવી પડાવશું ભાત મારા વાલમાં.
કસુંબલ રંગમાં રંગાવો મારા વાલમાં,
ઝીણી ઝીણી ચોખલીયાળી ભાત મારા વાલમાં.
ઓઢી પેહરીને પાણી સંચર્યા રે વાલમાં,
જોઇ રીયા નગરીના લોક મારા વાલમા.
કેવા તે કૂળના છોરું મારા વાલમા,
કેવા તે કૂળના વહુઆરું મારા વાલમા.
માધવકૂળના છોરું મારા વાલમા,
જાદવકૂળના વહુઆરું મારા વાલમાં.
સ્વર - દિવાળીબેન ભીલ
સાગ સીસમનો ઢોલિયો રે વાલમા,
અમર ડમરાના વાણ મરાં વાલમાં.
ન્યાં ચડી શ્રીકૃષ્ણ પોઢે મારા વાલમાં,
રુક્મિણી ઢોળે છે વાય મારા વાલમાં.
વાય ઢોળંતાં પૂછિયું મારા વાલમાં,
સ્વામી અમને ચુંદડીયુંની હોશ વાલમાં.
કેવા તે રંગ માં રંગાવું મારા વાલમા,
કેવી કેવી પડાવશું ભાત મારા વાલમાં.
કસુંબલ રંગમાં રંગાવો મારા વાલમાં,
ઝીણી ઝીણી ચોખલીયાળી ભાત મારા વાલમાં.
ઓઢી પેહરીને પાણી સંચર્યા રે વાલમાં,
જોઇ રીયા નગરીના લોક મારા વાલમા.
કેવા તે કૂળના છોરું મારા વાલમા,
કેવા તે કૂળના વહુઆરું મારા વાલમા.
માધવકૂળના છોરું મારા વાલમા,
જાદવકૂળના વહુઆરું મારા વાલમાં.
0 પ્રત્યાઘાતો:
Post a Comment