ચકીબેન ચકીબેન - બાળગીત
બાળગીત
ચકીબેન! ચકીબેન!
મારી સાથે રમવા
આવશો કે નહીં?
બેસવાને પાટલો ને
સૂવાને ખાટલો
ઓઢવાને પીંછા આપીશ તમને
ચકચક ચણજો
ને ચીં ચીં કરજો
ખાવાને દાણા આપીશ તમને
બા નહીં બોલશે ને
બાપુ નહી વઢશે
નાનો મોંટુભાઇ ઊંધી ગયો, ઊંધી ગયો.
ચકીબેન! ચકીબેન!
મારી સાથે રમવા
આવશો કે નહીં?
(શબ્દો - બ્લોગોસ્તવ)
0 પ્રત્યાઘાતો:
Post a Comment