તારી મહેરબાની નથી - નાટ્યગીત
સ્વર - દિપ્તી દેસાઇ
તારી મહેરબાની નથી,
નીચોવી દિલ દીધું,
તોયે કદરદાની નથી.
અમારી વેણીની ઉપર રહ્યું છે ફૂલડું મહેંકી,
સુવાસ એની મીઠી કોઇથી અજાણી નથી.
કહે સંસારીઓ શાણા પ્રેમીઓને આંખ નથી,
ધરાઇને જોઇ લઉં આંખ જો રહેવાની નથી.
દિલ કહે આંખને આંખને આ શું કર્યું, તે શું કર્યું,
જોઇ લે તું રોઇ બેઠી, આવી બન્યું મુજ રાંકનું,
તો આંખ બોલી ભૂલ થઇ, ભૂલ થઇ,
હું શું જાણું ગુલાબ દેશે ડંખ, આવું મજાનું ફૂલ થઇ,
એવી પ્રીત કદી કોઇએ પીછાણી નથી.
આંખમાં આંસુ હતા, હોઠ પર ફરિયાદ હતી,
ભૂલાઇ વાત હવે, કોઇને કહેવાની નથી.

0 પ્રત્યાઘાતો:
Post a Comment